સંજેલી કોટા મહાકાળી મંદિર ખાતે શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનો મૌન ધરણા કાર્યક્રમ યોજાયો.
કપિલ સાધુ
સંજેલી કોટા મહાકાળી મંદિર ખાતે શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનો મૌન ધરણા કાર્યક્રમ યોજાયો.
નવ મુદ્દાની માંગ સાથે પોસ્ટરો સાથે ધરણા કાર્યક્રમમાં તાલુકાના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા. સંજેલી તાલુકાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના સહિતની માંગોને લઈને સરકાર સામે બાયો ચડાવી છે. જેના ભાગરૂપે ગુજરાત સંઘના સૂચના મુજબ અવારનવાર વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા છે. છતાં પણ સરકાર ટસ ની મસ ના થતા અંતે ફરી કાર્યક્રમો જાહેર થતાં સંજેલી તાલુકાના કોટા મહાકાળી મંદિર ખાતે શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન ધરણા કાર્યક્રમ યોજાયો હતો.સંજેલી તાલુકા માં આવેલી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક મિત્રો અને શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા સરકાર સામે જૂની પેન્શન યોજના લાગુ કરવા. કાયમી ભરતી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની કરવી. સાતમા પગાર પંચનો પાંચમો હપ્તો સત્વરે ચુકવણી કરવા. જુના શિક્ષકોની ભરતી કરવી. આચાર્યને 1 /5/1965.નો એક ઇજાફો આપવો, ચૂંટણી પહેલાના સરકારે સ્વીકારેલા પ્રશ્નોનો ત્વરિત પરિપત્રો કરવા, પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવી, ફિક્સ પગાર ની પાંચ વર્ષની મેડિકલ રજા સર્વિસ બુકમાં જમા કરવી. શિક્ષકને શિક્ષણ સિવાયની કામગીરી માંથી મુક્તિ આપવી સહિતના નવ મુદ્દાઓ સાથે સંજેલી તાલુકાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક ભાઈ બહેનો અને શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા સંજેલી તાલુકાના કોટા મહાકાળી માતાના મંદિરે પોસ્ટરો સાથે મોન ધારણ કરી ધરણા કાર્યક્રમમાં જોડાયા હતાપ્રતિનિધિ : કપિલ સાધુ સંજેલી