વડતાલમાં ભજપ ના યોજાયેલ અભ્યાસ વર્ગમાં મુખ્યમંત્રી એ આપેલ માર્ગદર્શન.
નરેશ ગનવાણી
વડતાલમાં ભજપ ના યોજાયેલ અભ્યાસ વર્ગમાં મુખ્યમંત્રી એ આપેલ માર્ગદર્શન વડતાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગતરોજ થીમદયઝોન જિલ્લા પંચાયતના સભ્યોના શરૂ થયેલ દ્વિ દિવશ્ય અભ્યાસ વર્ગના આજે અંતિમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આવ્યું હતું વડતાલ ખાતે ભાજપ દ્વારા મધ્ય ઝોન આણંદ પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લા પંચાયતના સભ્યોના દ્વિદિવસ્ય અભ્યાસ વર્ગનો ગઈકાલ થી પ્રારંભ થયો હતો અભ્યાસ વર્ગના આજે અંતિમ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી મધ્ય ઝોનના ઉપસ્થિત જિલ્લા પંચાયતના ૧૩૬ જેટલા સભ્યોને માર્ગદર્શન આપ્યું હતુંમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અભ્યાસ વર્ગમાં જિલ્લા પંચાયતના સભ્યોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લાભ તમારા વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચે તે જ સંદર્ભે કામગીરી કરવાની શીખ આપી હતી સાથે મુખ્યમંત્રીએ આગામી વર્ષ ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણી યોજાશે તે માટે થવા પંચાયતના સભ્યોને આહવાન કરી જણાવ્યું હતું કે તમારા મત વિસ્તારમાં થી લોકસભાની ચૂંટણીમાં ભાજપને વધુ મતની લીડ મળે તે માટે અત્યારથી જ લોક સંપર્ક ના કામમાં લાગી જવાનું જણાવ્યું હતું ભાજપની આગામી લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બેઠકોથી જીતવાની નેમ છે ત્યારે મધ્ય ઝોનની તમામ બેઠકો પર ગત ચૂંટણીની માફક ભાજપનું કમળ ચૂંટણી કરતા વધુ મત ની લીડ થી ખીલે તે માટે તમામ મતભેદો ભૂલી અત્યારથી જ કામે લાગી જવાની ની શીખ અભ્યાસ વર્ગમાં ઉપસ્થિત મધ્ય ઝોન નાં જિલ્લા પંચાયતના સભ્યોને આપી હતીઆ પ્રશિક્ષણ વર્ગમાં ઇન્ચાર્જ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલે પણ ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યોને સુંદર માર્ગદર્શન આપ્યું હતું તેમજ સહ ઇન્ચાર્જ સુધીરભાઈ લાલપુરા અને જગતભાઈ પટેલે પણ માર્ગદર્શન આપ્યું હતુંપ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહેતા પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડતાલની જ મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સહિતના આદિ દેવના દર્શન કરવા ની સાથે મુખ્યમંત્રીએ વડતાલ સ્વામિનારાયણ ખાતે વર્ષોની પરંપરા મુજબ આયોજિત હિંડોળાના દર્શન કડી ધન્યતા અનુભવી હતીઆ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણનડિયાદના લોકલાડીલા ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ મહામંત્રી અપૂર્વ પટેલ તેમજ વડતાલ ગામ ના સરપંચ અમિત ઠાકોર સહિત મધ્ય ઝોન ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા .