આયકર વિભાગે ફતેપુરા નગરમાં આવેલ સોના-ચાંદીના વેપારીને ત્યાં દરોડો પાડતા શહેર સહિત જિલ્લામાં વેપારીઓમાં
સુખસર, તા.ર૩
દિવાળીના તહેવારના ટાણે આ આયકર વિભાગે ફતેપુરા નગરમાં આવેલ સોના-ચાંદીના વેપારીને ત્યાં દરોડો પાડતા શહેર સહિત જિલ્લામાં વેપારીઓમાં આપણા ફેલાઈ જવા પામ્યો છે ત્યારે આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડયા ની વાત નગરમાં વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે આવકવેરા વિભાગ દ્વારા સોના-ચાંદીના વેપારીની દુકાન તેમજ મકાનને તાળું મારી તપાસ આદરી મોડી સાંજ સુધી ચાલેલી કામગીરીમાં સોના-ચાંદીના વેપારીએ કેટલા રૂપિયાની અપ્રમાણસર આવક ભેગી કરી છે તેવી ચર્ચાઓએ નગરમાં જોર પકડયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા નગરમાં એક વર્ષ અગાઉ જ આઈટી વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં આજે મંગળવારના રોજ આઈટી વિભાગની ટીમે નગરમાં સોના-ચાંદીના વેપારી રાકેશ મણીલાલ પંચાલને ત્યાં દરોડો પાડ્યો હતો. જેમાં આ વેપારી બેનામી આવક ધરાવતો હોવાની આઈટી વિભાગને માહિતી મળી હતી. જેથી આઈટી વિભાગની ટીમ દ્વારા દુકાન અને મકાનને બંધ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. ટીમ દ્વારા દરોડો પાડ્યો હોવાની વાતને લઈ ખળભળાટ મચી જવા પામ્યો હતો. નગરમાં બેનામી આવક ધરાવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.