કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાની સાથે નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઇ.
નરેશ ગનવાણ
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાની સાથે નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઇ ૭૭મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં રાજ્યકક્ષાના કેન્દ્રિય સંચાર મંત્રી ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી.આ યાત્રાના ફ્લેગ ઓફ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, કલેકટર શ્રી કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નાયબ પોલીસ અધિક્ષક વી. આર વાજપાઈ, સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ, નગરપાલિકાના સભ્યો અને નાગરિકો જોડાયા હતા.





