બે ટિવન્સ દિકરીઓ થઈ હવે તને દિકરા નથી થવાના તેમ કહી પરિણીતા પર ત્રાસ ગુજારતા ફરીયાદ.
નરેશ ગનવાણી
બે ટિવન્સ દિકરીઓ થઈ હવે તને દિકરા નથી થવાના તેમ કહી પરિણીતા પર ત્રાસ ગુજારતા ફરીયાદ ખેડા તાલુકાના હરીયાળા ગામે રહેતી ૩૨ વર્ષિય યુવતીના લગ્ન વર્ષ ૨૦૦૮મા અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે રહેતા યુવાન સાથે જ્ઞાતીના રીતી રીવાજ મુજબ થયા હતા. વર્ષ ૨૦૧૫મા તેણીને બે જુડવા દિકરીઓનો જન્મ થયો હતો. કુટુંબનો પ્રસંગ હોવાથી બધા સગા સંબંધીઓ ભેગા થયા હતા. તેવખતે સાસરી પક્ષના લોકોએ જણાવેલ કે, તારે પહેલી વખત બે જુડવા દીકરીઓ આવેલી છે તારે કાયમ બે જુડવા દિકરીઓ જ આવવાની છે.તારે દિકરો થવાનો નથી તુ શુ કામ સાસરીમાં રહે છે અને એમાંય તુ તારા પિયરમાંથી કઈ લાવેલ નથી.આ બે દિકરીઓનુ પુરૂ કોણ કરશે તેમ કહી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. અને પતિ તેણીની સાથે મારઝૂડ કરતો હતો. તો સામે નણંદને તો જ્યારથી પુત્ર આવેલો ત્યારથી તે અમૂક વખત જ સાસરીમાં જતી હતી. બાકી તે પોતાના પિયરમાં રહેતી હતી. આજથી ૬ માસ અગાઉ પરીણીતા પોતાની સાસરીમાં ગઈ હતી આ દરમિયાન સાસરી પક્ષના લોકોએ કહેલ કે તુ અહીયા આવીશ તો તને અને તારી બંને દિકરીઓને જાનથી મારી નાખીશું. અને દહેજ લાવવા દબાણ કરવામાં આવતું હતું. દહેજ ન લાવવુ હોય તો તુ આ બંને દિકરીઓ સાથે તારા પિયરમાં જતી રહે અને તારા પિતા તેનુ ભરણપોષણ કરશે.આથી આ સમગ્ર મામલે પરીણીતાએ ખેડા ટાઉન પોલીસમાં પોતાના પતિ, સાસુ, સસરા, નણંદ, કાકા સસરા, કાકી સાસુ અને કૌટુંબિક દિયર મળી કુલ ૮ સામે ફરિયાદ નોંધાવી છે.


