ક્રીકેટ રમતી વખતે લાઈટીગ કરેલા લોખંડના થાંભલે અડકી જતાં યુવકનું મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ

ક્રીકેટ રમતી વખતે લાઈટીગ કરેલા લોખંડના થાંભલે અડકી જતાં યુવકનું મોત નિપજ્યું
અમદાવાદ ખાતે રહેતા ૯ જેટલા મિત્રો પીકનીક અર્થે માતરના વણસર ખાતેના સૈયદફાર્મમાં રોકાયા અને રાત્રે ક્રીકેટ રમતી વખતે લાઈટીગ કરેલા લોખંડના થાંભલે અડકી જતાં એક મિત્રને કરંટ લાગવાથી મોત નિપજ્યું છે. આ બનાવ મામલે ઘટનાના એક માસ બાદ ફાર્મ હાઉસના માલિક સામે માતર પોલીસમાં બેદરકારી મામલે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ શહેરના રખીયાલ રોડ પર રહેતાશાહબાઝખાન ઉ. વર્ષ ૨૦ ગત ૧૫ જુલાઈ ૨૦૨૩ ના રોજ પોતાના આઠ જેટલા મિત્રો સાથે ખેડા જિલ્લાના માતર પંથકના વણસર ગામની સીમમાં આવેલ સાકીરઅલી સાબીરઅલી સૈયદ (રહે.અમદાવાદ)ના ફાર્મ હાઉસ પર આવેલા હતા. આ ફાર્મહાઉસનુ નામ સૈયદ ફાર્મ હાઉસ છે. જે માટે શાહબાઝ અને તેના મિત્રોએ નાણાં પણ ચૂકવ્યા હતા. પીકનીક અને ઈન્જ્યોમેન્ટના હેતુંથી તમામ મિત્રો અહીંયા આવ્યા હતા.તે દિવસની મોડી રાત્રે શાહબાઝખાન અને તેના મિત્રો ફાર્મ હાઉસના ગાર્ડનમાં ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે ગાર્ડનને ફરતે લાઈટીગ કરેલ લોખંડની એગલ પર શાહબાઝખાન અડકી જતાં તેને કરંટ લાગ્યો હતો. આથી તેના મિત્રો દોડી આવી બેટ વડે છોડાવ્યો હતો. શાહબાઝખાન પોતે બે ભાન થઈ જતાં તેના મિત્રોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને ખેડાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ શાહબાઝખાનના પિતાને કરવામાં આવતાં તેઓ પણ ખેડા સિવિલમાં દોડી આવ્યા હતા. જોકે શાહબાઝખાનને સરવાર મળે તે પહેલા જ તેનું કરૂણ મોત નિપજયું હતું. આ બનાવ મામલે આજે એક માસના લાંબા સમય બાદ મૃતકના પિતા અહેમદખાન રસીદખાન પઠાણે ઉપરોક્ત ફાર્મના માલિક સાકીરઅલી સાબીરઅલી સૈયદ (રહે.અમદાવાદ) સામે માતર પોલીસમા ફરિયાદ નોંધાવી છે. જેમાં ફાર્મના માલિકની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે.

