પોસ્ટ વિભાગની અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ અમૂલ ડેરી દ્વારા ૯૬ હજાર જેટલા પશુપાલકોને વીમા કવચ પૂરું પડાયું.
નરેશ ગનવાણી નડિયાદ
પોસ્ટ વિભાગની અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ અમૂલ ડેરી દ્વારા ૯૬ હજાર જેટલા પશુપાલકોને વીમા કવચ પૂરું પડાયું.
પોસ્ટલ વિભાગની અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સંચાર મંત્રાલય દ્વારા અમલમાં છે. જેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજના થી ગરીબ અને શ્રમિકોને નજીવા પ્રીમિયમથી રૂ. ૫ લાખ અને રૂ.૧૦ લાખનું વીમા કવચ મળી રહે છે. આ યોજના હેઠળ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના અંદાજિત ૯૬ હજાર જરૂરિયાતમંદ પશુપાલકોને વિમાનો લાભ મળે તે ઉદ્દેશથી રૂપિયા ૨ કરોડ ૭૦ લાખનો ચેક કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના માધ્યમથી પોસ્ટ વિભાગને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ, નડિયાદ મુકામે જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ, મહામંત્રી અપૂર્વભાઈ પટેલ, રાજેશભાઇ પટેલ, જિલ્લાના હોદ્દેદારો, મંડલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.