લુણાવાડા શહેરના દરકોલી તળાવમાં ગાયને મગર ખેંચી ગયો.
સંજય જયસ્વાલ સંતરામપુર
લુણાવાડા શહેરના દરકોલી તળાવમાં ગાયને મગર ખેંચી ગયોલુણાવાડા દરકોલી તળાવ પાસે ફરતી ગાયને મગર તળાવમાં ખેંચી ગયો હતો. અને ગાય તળાવના કાદવમાં ફસાઈ હતી સમગ્ર બનાવ લોકોની નજરે પડતાં આસપાસ લોકટોળાં જામ્યા હતા. અને ગાયને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગાયને બચાવવા લુણાવાડા ટાઉન પોલીસ અને ડી સ્ટાફના પોલીસ જવાનો તેમજ ફાયર ટીમ અને સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસોથી સલામત રીતે ગાયને બહાર કાઢવામાં સફળતા મળી હતી. આમ ફાયર વિભાગ તેમજ પોલીસ જવાનો દ્વારા દીલ ધડક રેસ્ક્યુ કરી મગરના મુખમાંથી ગાયને બચાવવામાં આવેલ હતી.