દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના જન્મદિવસ નિમિત્તે.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના જન્મદિવસ નિમિત્તે 43 સલરા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યુંજિલ્લા પંચાયતના સભ્ય શાંતાબેન મુકેશભાઈ ઉફૅ ટીનાભાઇ ના વરદહસ્તે સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતું ફતેપુરા તાલુકાના ડુંગર ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં માનનીય દાહોદ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા ડુંગર ગામ તેમજ કરોડિયા પૂર્વ ગામની આશરે 60 થી 65 વિધવા બહેનોને સાડી ના વિતરણ 43 સલરા જિલ્લા પંચાયતના સભ્ય શાંતાબેન મુકેશભાઈ ઉર્ફે ટીનાભાઇ પારગી ના વરદહસ્તે વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તથા તેઓના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી આ પ્રસંગે સામાજિક કાર્યકર્તા ટીનાભાઇ પારગી તેમજ સામાજિક અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા