ગરબાડા તાલુકાના વડવા ગામે તળાવ ફળિયામાં અગાઉના ઝઘડાની અદાવતમાં.
દાહોદ.તા.૨૨ વનરાજ ભુરીયા
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવા ગામે તળાવ ફળિયામાં અગાઉના ઝઘડાની અદાવતમાં મચેલા ધિંગાણામાં પથ્થર મારો કરી ઘરોનું નુકશાન પહોંચાડી તતા મોટર સાયકલની તોડફોડ કરી નુકશાન પહોંચાડી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.
વડવા ગામના કટારા ફળિયામાં રહેતા શંકરભાઈ મલાભાઈ માવી, પરેશભાઈ રમસુભાઈ માવી, કાળાભાઈ નવલભાઈ ભાભોર, લક્ષ્મણભાઈમૂળીયાભાઈ કટારા, જવાભાઈ મૂળીયાભાઈ કટારા, માજુભાઈ ચુનીયાભાઈ કટારા, સકરાભાઈ જેસીંગભાઈ કટારા તથા ચુનીયાભાઈ રસુલભાઈ કટારા વગેરેએ ભેંગા મળી અગાઉના ઝઘડાની અદાવત રાખી હાથમાં મારક હથિયારો લઈ કીકીયારીઓ કરતા વડવા તળાવ ફળિયામાં રહેતા લલીતાબેન સુરમલભાઈ કાગડાભાઈ માવી તથા અન્યના ઘરે જઈ બેફામ ગાળો બોલી શંકરભાઈ મલાભાઈ માવીએ, તમોએ મારા મારા કાંતીભાઈ અબરૂભાઈ કટારાને મારમારી નાંખેલ છે અને તમને હવે ગામમાં રહેવા દેવાના નથી, તેમ કહી જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી લલીતાબેન માવી તથા અન્યના ઘરો પર પથ્થર મારો કરી તથા લલીતાબેન માવીની મોટર સાયકલની તોડફોડ કરી નુકશાન પહોંચાડી ધિંગાણું મચાવ્યું હતું.આ સંબંધે વડવા ગામના તળાવ ફળિયામાં રહેતા લલીતાબેન સુરમલભાઈ કાગડાભાઈ માવીએ તેના ગામના કટારા ફળિયાના ઉપરોક્ત આઠે જણા વિરૂધ્ધ જેસાવાડા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે રાયોટીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
