પીપલોદ પોલીસે પ્રોહીબિસનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા
રનેશ પટેલ સીંગવડ
પીપલોદ પોલીસે પ્રોહીબિસનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ગુણાના વોન્ટેડ આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો…પીપલોદ તા.21લીમખેડા પોલીસે વર્ષ 2021 માં ઉમેદપુરા ગામેથી એક સ્કોર્પિયો ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતીય અંગ્રેજી દારૂની હેરાફેરી કરી રહેલા બુટલેગરોની ધરપકડ કરી સાડા પાંચ લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. ત્યારે એક બુટલેગર પોલીસ પકડથી દૂર રહી ભાગી જવા પામ્યો હતો. જેના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતા આરોપીને ઝડપી પાડવા પોલીસે કમર કસી હતી. ત્યારે પીપલોદ પોલીસ મથકના પોસઇ જી.બી.પરમાર ને ખાનગી રાહે બાતમી મળતા વ્યહાત્મક ટીમ બનાવી ગુણા ગામે રેડ પડી હતી. ઘોડા ના ફાર્મ ફળિયામાં રહેતા નામચીન બુટલેગર ગોપાલ સિંહ રમેશ પટેલની ધરપકડ કરવામાં પીપલોદ પોલીસને સફળતા મળી હતી. પોલીસે ઝડપાયેલા નામચીન બુટલેગરને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…