ઓન ડ્યૂટી પંચમહાલ ડેરી ગોધરા લખેલી ગાડી માંથી દારૂ ઝડપતી લીમડી પોલીસ.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના સુથારવસા ગામે થી ટાટા સુમો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડતી લીમડી પોલિસ

ટાટા સુમો ગાડીમાં “ON DUTY PANCHMAHAL DAIRY GODHRA ” નું પાટિયું મારેલું હતું.

531150 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી સફળતા મેળવતી લીમડી પોલિસ

ઝાલોદ તાલુકાના સુથારવસા ગામે મુવાડી ફળિયામાં ટાટા સુમો માંથી ઇંગ્લીશ દારૂનું કટીંગ કરી મુકતી વખતે રેડ કરી 131150 નો વિદેશી દારૂ તેમજ ટાટા સુમો ગાડી નંબર GJ-17-N-9749 મળી કુલ 531150 ના મુદ્દામાલ સાથે એક ઈસમને લીમડી પોલિસના પી.એસ.આઇ એમ.એફ.ડામોર દ્વારા અન્ય પોલીસ સ્ટાફને સાથે રાખી આરોપી હિંમત દશરથ વડેલ ,લીમખેડા ને ઝડપી પાડી સફળતા મેળવેલ છે તેમજ અન્ય ત્રણ આરપી વોન્ટેડ જાહેર કરી તપાસની કાર્યવાહી હાથ ધરેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે દારૂના વેચાણ કરનારાઓ દ્વારા નવો કિમિયો અજમાવી દારૂની હેરાફેરી કરતા હોય તેમ લાગી રહ્યું હતું કેમકે જે ટાટા સુમો ગાડીના હેરફેરમાં વપરાયેલ છે તે ગાડીમાં “ON DUTY PANCHMAHAL DAIRY GODHRA ” નું પાટિયું મારેલું હતું. હવે તપાસનો વિષય છે કે ખરેખર આમાં કેટલી સત્યતા છે. આમ દારૂની હેરફેર કરનાર અવનવા કીમિયાઓ અજમાવી દારૂની હેરફેર કરવાના કિસ્સાઓ જોવા મળી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: