ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગનીમહિસાગરમાં ભવ્યઉજવણી કરવામાં આવી.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગનીઉજવણી કરવામાં આવી ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ પોલ પર સફળતા પૂર્વક લેન્ડિંગ થતા મહિસાગરમાં ભવ્યઉજવણી કરવામાં આવી,
ભારતે ઇતિહાસ રચ્યો છે. ચંદ્રયાન- 3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનાર સમગ્ર વિશ્વમાં ભારત પ્રથમ દેશ બન્યો છે. ત્યારે ભારતભરમાં તેની ગર્વની લાગણી સાથે ઉજવણી થઈ રહી છે. મહિસાગર જિલ્લામાં પણ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગને લઈ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મહિસાગર જિલ્લા મથક લુણાવાડા શહેરના ચાર રસ્તા ખાતે ઉજવણી કરવામાં આવી છે. જેમાં મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ, પંચમહાલ સાંસદ તેમજ શહેર અને જિલ્લાના અગ્રણી નેતાઓ કાર્યકરો અને લુણાવાડાના પૂર્વ ધારાસભ્યો આ ઉજવણીમાં જોડાયા હતા. લુણાવાડા શહેરમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગને લઈ ઉજવણી કરવામાં આવી છે. જેમાં હાથમાં તિરંગો લઈ ફટાકડાની આતશબાજી સાથે ‘ભારત માતાકી જય’, ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા. એકબીજાને મીઠાઈ ખવડાવી આ ઐતિહાસિક ક્ષણને વધાવી હતી. ભારતના વૈજ્ઞાનિકોને આ સફળતા બદલ મહિસાગર જિલ્લા ભાજપ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરનાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અભિનંદન પાઠવી ઉજવણી કરી હતી.
