ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકનુ મોત નિપજ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકનુ મોત નિપજ્યું
નડિયાદ બિલોદરા ફાટક પાસે ટ્રકે રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલ ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
નડિયાદ તાલુકાના વીણા તાબેના લક્ષ્મીપુરામાં રહેતા અમિત શંકરભાઈ ચૌહાણ બુધવારે રીક્ષા લઈ નડિયાદ આવ્યો હતો. જ્યાથી તે સાંજના સમયે પિતાને સાથે બેસાડી વીણા પરત જઈ રહ્યો હતો. ત્યારે નડિયાદ કપડવંજ રોડ બિલોદરા ફાટક પાસે પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે રીક્ષા હવામાં ફંગોળાઈ પછડાતા રીક્ષાનો કરચ્ચરઘાણ નીકળી ગયો હતો. જે દરમિયાન રિક્ષામાં બેઠેલા શંકરભાઈ ઉદેસિંહ ચૌહાણ ઉં.૫૦ ના માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે અમિત શંકરભાઈ ચૌહાણની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


