પીપળિયાની સગીરાનું મજૂરીના બહાને મોટરસાયકલ ઉપર લઈ જઈ અજાણ્યા ઈસમ દ્વારા દુષ્કર્મ ગુજારાયો.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

પીપળિયાની સગીરાનું મજૂરીના બહાને મોટરસાયકલ ઉપર લઈ જઈ અજાણ્યા ઈસમ દ્વારા દુષ્કર્મ ગુજારાયો

17 વર્ષની સગીરા મજૂરીની લાલચમાં બાઇક પર જતા મકાઈના ખેતરમાં લઈ જઈ શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય યુવક દ્વારા કરવામાં આવ્યું

સગીરાએ બૂમાબૂમ કરતા યુવક સ્થળ પર બાઈક મૂકી નાશી છુટયો

લીમડી પોલીસને ઘટનાની જાણ થતાં જિલ્લા પોલિસ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો.

દાહોદ જિલ્લામાં બની શરમજનક ઘટના દાહોદ જિલ્લાની એક 17 વર્ષીય સગીરા જે પોતાના પરિવારને મદદરૂપ થવા માટે મજુરી કામ કરતી હતી. ઝાલોદ તાલુકાના લીમડી નગર સુભાષ સર્કલ પાસે સગીરા દરરોજના જેમ ઉભી હતી અને મજુરી કામ મળવાની રાહ જોતી હતી.સગીરા તેના પરિવારને મદદરૂપ થવા માટે દરરોજ મજૂરી કામ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતી હતી. ત્યારે એક અજાણ્યો યુવક મનમાં વાસનાનો ભાવ લઈને સગીરા પર ખરાબ નજર ફેરવી. અજાણ્યા યુવક દ્વારા સગીરાને પાસે જઈ મારે મજૂર ની જરૂર છે તું કામ કરવા આવશે તેવું પૂછતાં સગીરાએ કામ કરવાની હા પાડી ત્યારે અજાણ્યા યુવકે સગીરાને મોટર સાયકલ પર બેસાડી લીમડી થી 15 કિલોમીટર દૂર જઈ એકલતાનો લાભ લઈને સગીરા જોડે દુષ્કર્મ ગુજાર્યા. જોકે આ બનાવ સંદર્ભે સગીરાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આસપાસના લોકો દોડી આવતા યુવક પોતાની મોટરસાયકલ ઘટના સ્થળે મૂકી ફરાર થયો હતો. સમગ્ર બનાવની જાણ સગીરાએ પરિવારને કરતા પરિવારે લીમડી પોલીસને જાણ કરી.પોલીસે બળાત્કાર તથા પોસકો એક્ટ મુજબના ગુના નોંધી અલગ અલગ ટીમો બનાવી યુવકના ધરપકડ માટે ચક્રો ગતિમાન હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: