સિંગવડ તાલુકાના શિક્ષકો માટે શૈક્ષણિક અને વહીવટી ચિંતન શિબિર યોજાઈ..
રમેશ પટેલ સીંગવડ
સિંગવડ તાલુકાના શિક્ષકો માટે શૈક્ષણિક અને વહીવટી ચિંતન શિબિર યોજાઈ..
સિંગવડ તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે નરસિંહ ભગત આશ્રમશાળા સિંગવડ મુકામે માન. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ જશવંતસિંહ ભાભોર ની પ્રેરક ઉપસ્થિતિમાં અને દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.ડી. મુનીયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તથા શૈક્ષણિક માર્ગદર્શન ચિંતન શિબિર યોજાઇ. માન. જસવતસિંહ એસ ભાભોર સાહેબે સૌ ને પ્રેરણાત્મક માર્ગદર્શન આપી શિક્ષણમાં ઉતરોતર પ્રગતિ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
હાજર રહેલા તમામ આચાર્યો તથા સી.આર.સી.મિત્રો પાસે પ્રશ્નોતરીનાં માધ્યમથી પણ ઘણા બધા મુદ્દાઓની ગહન ચર્ચા કરવામાં આવી હતી.શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક કામગીરીના વખાણ કરી અભિનંદન પાઠવ્યા હતા.સાથે-સાથે આચાર્ય દ્વારા કરવામાં આવતી વહીવટી કામગીરીના પણ વખાણ કર્યા હતા. ચિંતન શિબિરમાં સિંગવડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.આર.સી.કો.ઓર્ડીનેટર ,પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નાં અધ્યક્ષ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દાહોદના બંને સંગઠનનાં જિલ્લાના હોદેદારો, તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષીક મહાસંઘના પ્રમુખ,મંત્રી હોદ્દેદારો,પગાર કેન્દ્રના આચાર્યો,શાળાનાં આચાર્યો,સી.આર.સી.કો.ઓર્ડીનેટર ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.