મહિલાને ગામનો એક શખ્સ  પજવણી કરતો હતો. જેના ત્રાસથી  મહિલાએ ઝેરી દવા પીને  મોતને ભેટી.

નરેશ ગનવાણી નડિયાદ

મહિલાને ગામનો એક શખ્સ  પજવણી કરતો હતો. જેના ત્રાસથી  મહિલાએ ઝેરી દવા પીને  મોતને ભેટી

મહેમદાવાદ પંથકમાં કનીજ ગામે  મહિલાને ગામનો એક શખ્સ ફોન પર તો ક્યારેક રૂબરૂ મળી પજવણી કરતો હતો. જેના ત્રાસના કારણે મહિલાએ ઝેરી દવા પી લેતા  મોતને ભેટી છે. આ બનાવ મામલે મહેમદાવાદ પોલીસમાં મહિલાને મરવા મજબૂર કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. મહેમદાવાદ તાલુકાના કનીજ ગામે ઈન્દિરાનગરીમા રહેતા યુવક પોતાના ૪૦ વર્ષિય બા સાથે રહે છે. પોતે નોકરી કરે  છે. અને યુવકની બા ઘરકામ તથા મજુરી કામ કરે છે . છેલ્લા બે વર્ષથી  ઈન્દિરાનગરી પાછળ  રહેતા જીલુ ભરવાડ નામના વ્યક્તિ અવારનવાર ઈન્દિયાનગરીમાં આવી મહિલાને ખરાબ નજરે જોતો હતો. અને   ફોન કરી હેરાન પરેશાન કરતો હતો. ગત નવરાત્રીએ જ આ બાબતે મોટો ઝઘડો પણ થયો હતો. મહિલાના પરિવારજનોની ગેરહાજરીમાં આ જીલુ ભરવાડ મહિલાને ફોન કરી જણાવતાં હતા કે, તું મારી સાથે વાત નહીં કરે તો તને ગામમાં અને સમાજમાં બદનામ કરી નાખીશ તેવી ધમકી આપતો હતો. જેથી મહિલા છેલ્લા એક વર્ષથી તણાવમાં રહેતી હતી. ૨૪ મી ઓગસ્ટના રોજ સાંજે યુવક નોકરી પરથી ઘરે આવ્યો ત્યારે તેમની બા હાથમાં  ઝેરી દવાની બોટલ લઈને લથડિયા ખાતા જોવા મળતા ધર્મેશભાઈની નજીક આવી કહ્યું કે  જીલુ ભરવાડ આપણા ઘરે આવેલો અને મને કહ્યું કે તું મારી સાથે વાત નહીં કરે તો તને ગામમાં અને સમાજમાં બદનામ કરી નાખીશ તેથી ખુબજ ડરી ગયેલા અને ઘરમાં પડેલી  ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું. આમ કહી  મહિલા ખાટલામાં ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા હતા. ઘરના સભ્યોએ મહિલાને સારવાર અર્થે નૈનપુર ચોકડી પાસે આવેલ ખાનગી દવાખાનામાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આ મહિલાનું કરૂણ મોત નિપજયું છે. આથી આ બનાવ મામલે યુવકે મહેમદાવાદ પોલીસમાં જીલુ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!