ફેસબૂક દ્વારા ઠગાઇ

અજય સાંસી દાહોદ

દાહોદ તા.૨૬

દાહોદ તાલુકાના બોરડી ઇનામી ગામે રહેતી એક ૨૦ વર્ષીય યુવતીને facebook એકાઉન્ટ મારફતે એક યુવકે સંપર્ક કરી અલગ અલગ સમયગાળા દરમિયાન વિશ્વાસમાં લઈ અને બોમ્બે એરપોર્ટ પર પાર્સલ મોકલું છું તેમ કહી કુલ રૂપિયા ૧,૩૦,૦૦૦ ઓનલાઇન મારફતે પડાવી લઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

દાહોદ તાલુકાના બોરડી ઇનામી ગામે રહેતી 20 વર્ષીય અંજલીબેન ભરતભાઈ પારગીને facebook ના માધ્યમથી દિપક રોયલ નામક યુવકનો મેસેજ આવ્યો હતો અને અંજલિ બેન અને આ દીપક રોયલ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને હાય હેલો ના માધ્યમથી વાતચીત કરતા હતા તે સમયે બે મહિના જેટલા ના સમયગાળા દરમિયાન દીપક રોયલ નામક યુવકે અંજલીબેનને બોમ્બે એરપોર્ટ પર પાર્સલ આવે છે જેમાં મોબાઈલ લેપટોપ સહિત ડોલર હોવાનું જણાવી તેને છોડવવા માટે પૈસાની માંગણી કરી હતી ત્યારે અંજલી બેને તેની વાતોમાં આવી ગઈ અલગ અલગ સમય દરમિયાન ૧,૩૦,૦૦૦ google પે મારફતે ઉપરોક્ત દીપક રોયલ ના google pay એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા ત્યારે થોડા સમય પછી પાર્સલ ન મળતા અને પોતે છેતરપિંડી નો ભોગ બન્યા હોવાનું અંજલીબેન ને જણાતા આ સંબંધે અંજલીબેન પારગી એ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: