મહીસાગર જિલ્લામાં CCTVકેમેરા મૂકવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું.
સંજય જયસ્વાલ
મહીસાગર જિલ્લામાં CCTVકેમેરા મૂકવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું, મહીસાગર જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ CCTV કેમેરા મૂકવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરાયુંઅસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી ગુન્હાકીય પ્રવૃત્તિઓના કારણે જાહેર સલામતી સુરક્ષા, તેમજ શાંતિનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરીકો જાહેર જનતા, પ્રજામાં, અસલામતી અને અસુરક્ષાનો માહોલ ફેલાય છે. આ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા તથા તેઓ ઉપર સઘન દેખરેખ રાખી શકાય, તેમજ આ પ્રકારની પ્રવૃત્તિઓ/બનાવો બનતા અટકાવી શકાય. તે હેતુસર હાઇ-વે રોડ પર આવેલી હોટલો, મોલ, શોપીંગ સેન્ટર, પેટ્રોલ પંપો, ટોલપ્લાઝા વિગેરે સ્થળો ખાતે CCTV કેમેરા (નાઇટિવઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોડીંગ સીસ્ટમ રાખવા અને તમામ અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર મહ્દઅંશે અંકુશમાં લઈ શકાય તે માટે મહીસાગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.વી.લટા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ.