નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મહિલાને ગાયે શીંગડે ચઢાવી ઉછાળી.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મહિલાને ગાયે શીંગડે ચઢાવી ઉછાળી ફેંકી,ઇજા ગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા નડિયાદ માઈ મંદિરના ખાંચા પાસે શાકભાજી લેવા જતી મહિલાને દોડતી ગાયે શીંગડે ચઢાવી ઉછાળી છે. જેથી આ મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. નડિયાદમાં રહેતા ૩૫ વર્ષિય નાઝિયાબેન મલેક નામની મહિલા આજે શુક્રવારે સવારે ૯ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નીકળી શાકભાજી લેવા નીકળ્યા હતા. આ દરમિયાન માઈ મંદિરના ખાંચા પાસેના શાકમાર્કેટના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે ગાયોનું ઝૂંડ બાખડતુ બાખડતુ આવ્યુ અને એમાની એક ગાયે આ નાઝિયાબેનને શીંગડે ચઢાવી ઉછાળ્યા હતા. આથી આ મહિલા રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.નડિયાદમાં રખડતા પશુઓ ઠેકઠેકાણે રખડતી ગાયો જોવા મળી રહી છે. ક્યાંક રસ્તા પર તો ક્યાંક સોસાયટી, મહોલ્લાના નાંકે ગાયોના ઝુંડે ઝુંડ જોવા મળે છે. ખાસ કરીને કોલેજ રોડ, સ્ટેશન રોડ, માઈ મંદિર ચોકડી, સંતરામ રોડ, મીલ રોડ, કપડવંજ રોડ, પીજ રોડ, જૂના ડુમરાલ રોડ વિગેરે વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ થી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.