મહિસાગરની બાલાસિનોર વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી.

સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

મહિસાગરની બાલાસિનોર વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી
મહિસાગર જિલ્લાની બાલાસિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં રાજ્યમાં જ્ઞાન સહાયક ભરતી રદ કરવા પત્ર લખ્યો છે. જ્ઞાન સહાયક ભરતી યોજનામાં 11 માસના કરાર પર શિક્ષક ભરતી કરવાની હોય છે. બાલાસિનોર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણએ પત્ર આ યોજના રદ કરવા રજૂઆત કરી છે.
બાલાસિનોર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ પત્રમાં જણાવ્યું છે કે, શિક્ષકોની ઘટના કારણે રાજ્યના શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે શિક્ષકોની કાયમી ભરતી કરવાની જગ્યાએ તાજેતરમાં જ્ઞાનસહાયક યોજનાની જાહેરાત કરી છે. આ યોજના શિક્ષણ વ્યવસ્થાની ઘોર ખોદનારી છે જેનો સખત વિરોધ છે.
વધુમાં તેઓએ જણાવ્યું છે કે, હાલ જ્ઞાનસહાયક (માધ્યમિક)ની ભરતીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી TET/TATની પરીક્ષાની રાહ જોઈ ઉમેદવારોને પરીક્ષા લેવાઈ અને કાયમી ભરતીની આશા જાગી ત્યારે સરકારે જ્ઞાનસહાયક યોજના 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરી કાયમી ભરતીની આશા પર પાણી ફેરવ્યું છે. એક તરફ તાજેતરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થામાં 27 ટકા ઓબીસી અનામતનો જશ ખાટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ યોજનામાં કરાર આધારિત ભરતી કરીને ST, SC, OBC, EWS મહિલા/દિવ્યાંગ તમામ અનામત
કેટેગરીના ઉમેદવારોને મળવાપાત્ર અનામતના લાભો પાછલા બારણે નાબૂદ કરી દેવા માંગે છે તેવું સ્પષ્ટ જણાય છે. ત્યારે શિક્ષણનું સ્તર સુધારવા કાયમી ભરતી કરવા અને સદર જ્ઞાન સહાયક યોજનામાં ઉમેદવારોના અનામતનો લાભ છીનવાતાં યોજના રદ કરવા રજૂઆત છે. આ રીતે અજીતસિંહ દ્વારા મુખ્ય મંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: