ફતેપુરા તાલુકાના કાળીયાના ઘાટાવાડામાં પોલીસ તપાસ કાર્યવાહીમાં રૂકાવટ કરતા સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના કાળીયાના ઘાટાવાડામાં પોલીસ તપાસ કાર્યવાહીમાં રૂકાવટ કરતા સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

-ઘાટાવાડાના આરોપીઓ સામે એફ.આઈ.આર દાખલ થયેલ હોય સુખસર પી.એસ.આઇ સ્ટાફ સાથે તપાસમાં ગયા હતા. ફતેપુરા તાલુકામાં કેટલાક અસામાજિક તત્વો સુખસર પંથકને બીજુ બિહાર બનાવવા માથું ઊંચકી રહ્યા હોવાનું બનતા બનાવો ઉપરથી જાણવા મળે છે.જેમાં ગતરોજ સુખસર પોલીસ કાળિયા ના ઘાટાવાડા ગામે આરોપીઓની તપાસમાં ગઈ હતી.તેવા સમયે આરોપીઓએ પોલીસનો પ્રતિકાર કરતા વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.જેમાં મુખ્ય આરોપી પોલીસને ચકમો આપી ભાગી છુટ્યો હતો.પોલીસ તપાસમાં રુકાવટ કરતા સાત આરોપીઓની વિરુદ્ધમાં સુખસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત બે દિવસ અગાઉ કાળીયાના ઘાટાવાડા ગામના લાલાભાઇ પુનાભાઈ મછાર તથા અન્ય આરોપીઓ સામે નોંધાયેલ એફ.આઇ.આર ની તપાસ માટે ગુરૂવારના રોજ સુખસર પી.એસ.આઇ.જી.બી ભરવાડ તથા સ્ટાફ ઘાટાવાડા ગામે બપોરના એક થી અઢી વાગ્યાના અરસામાં તપાસ અર્થે ગયા હતા.તે દરમિયાન લાલાભાઇ પુનાભાઈ ના ઘરની આગળ પાકા ડામર રોડ ઉપર પથ્થરો મુકેલા હતા.અને બંને બાજુથી આવતા જતા વાહનો અવર-જવર થઈ શકે તેમ ન હોય જેથી પોલીસના માણસોએ રોડ ઉપર મુકેલ પથ્થરો હટાવી આગળ વધવા માટે જતા તેવામાં લાલાભાઇ મછાર, મંજુલાબેન લાલાભાઇ મછાર, મનીષભાઈ લાલાભાઇ મછાર, અમિત લાલાભાઇ મછાર તથા અજયભાઈ દલસિંગભાઈ મછાર,સવજીભાઈ ગવાભાઈ મછાર.સેજલબેન શૈલેષભાઈ મકવાણા નાઓએ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી ઉશ્કેરાઈ જઈ કહેતા હતા કે,રોડ ઉપર અમારા મુકેલ પથ્થરો તમો પોલીસ કેમ હટાવો છો?તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી એક સંપ થઈ પોલીસ સાથે બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરવાનું ચાલુ કરેલ. જેમાં સુખસર પી.એસ.આઇ ને હાથે ઇજા પહ�

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: