દાહોદ જિલ્લામાં પરવાનો ધરાવતા વેપારીઓ ખેડૂતોને બિયારણ,ખાતર વેચી શકશે

સવારે ૮ થી ૧૧ સુધી સામાજિક અંતર જાળવીને હોમ ડિલીવરીની સુવિધા સાથે વેચાણ કરી શકાશે
દાહોદ, તા. ૩૧ : દાહોદ જિલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે કે, જિલ્લાના ખેડૂતોને બિયારણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરની સુવિધાઓ મળી રહે તે માટે સવારના ૮.૦૦ કલાક થી ૧૧.૦૦ કલાક સુધી બિયારણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો પરવાનો ધરાવતા વેપારીઓને વેચાણ માટે ન્યુનતમ સ્ટાફ રાખી ખેડૂતોને હોમ ડિલીવરીની સુવિધા સાથે વેચાણ કરવા છુટછાટ આપવામાં આવે છે.
લોકડાઉનની અસર આવશ્યક સેવામાં સમાવિષ્ટ બિયારણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર ઉપર ન થાય તે માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. પ્રવર્તમાન સંજોગોમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સેનીટાઇઝેશન અને અન્ય તમામ સરકારી સૂચનોનું પાલન કરવાનું રહેશે. સામાજીક અંતરનું ચોક્કસ પાલન કરવાનું રહેશે. વેચાણ સ્થળે કોઇપણ જાતની ભીડ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.
આ જાહેરનામાનું ઉલ્લંધન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ -૧૩૫, ધ એપેડીમિક ડિસીઝ એક્ટ ૧૯૮૭ અન્વયે ધ ગુજરાત એપેડેમિક ડિસિઝ કોવીડ – ૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ હેઠળ કાનુની કાર્યવાહી કરવામાં આવશે. તા. ૩૧/૦૩/૨૦૨૦ ના રોજ આ જાહેરનામું કલેક્ટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
#dahod sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!