રિક્ષાની બોડીના નાનાટુકડા કરી વેચાણ કરે તે પહેલાં પકડાયા.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
રિક્ષાની બોડીના નાના
ટુકડા કરી વેચાણ કરે તે પહેલાં પકડાયા
બાલાસિનોરમાં ચોરીની રિક્ષાના ટુકડા સાથે 4 ઝડપાયા, 1 ફરાર બાલાસિનોરના રતુસિંહનાં મુવાડા ખાતે ઘર પાસે પાર્ક કરેલી રિક્ષાની ચોરી કરીને રિક્ષાની બોડીના નાના ટુકડા કરીને વેચાણ કરતા પેહલા બાલાસિનોર પોલીસે રિક્ષાના ટુકડા સાથે ચારને પકડ્યાં હતા. રતુસિંહના મુવાડા ખાતે જગદીશ ચૌહાણે ઘર પાસે પોતાની લોડિંગ રિક્ષા પાર્ક કરી હતી. જે ઘર પાસેથી જ ચોરાતાં બાલાસિનોર ટાઉન પોલીસનો સંપર્ક કરતાં પોલીસે તપાસ આરંભી હતી. જેમાં રતુસિંહના મુવાડાના સુરેશ ચૌહાણ અને સંજય ચોહાણે રિક્ષા ચોરી કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. આરોપીઓએ રિક્ષા ચોરી કર્યા બાદ અલ્પેશ ચૌહાણ રહે. નવાગામ, અને હબીબઉલ્લા ખાન સબીબ ઉલ્લાખાનને ત્યાં સતાડી હતી. બાદ ગેસ વેલ્ડિંગની દુકાન ધરાવતા આરિફમિયા હબીબમિયા કાજીના ત્યાં રિક્ષા લઈ જઈને બોડીના નાના નાના ટુકડા કરાવ્યા હોવાની ચોક્કસ બાતમી મળતાં ઘટના સ્થળેથી રિક્ષાના ટુકડા મળી આવતાં 4 આરોપીની સાથે 25 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જ્યારે હબીબઉલ્લખાન આરોપી ફરાર થઈ ગયો હતો.