પ્રેમી પંખીડાની આત્મહત્યામાં યુવતીની લાશ ત્રીજા દિવસે મળી.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
પ્રેમી પંખીડાની આત્મહત્યામાં યુવતીની લાશ ત્રીજા દિવસે મળી
મહીસાગર જીલ્લાના દેગમડા પુલ પરથી નદીમાં યુવક યુવતીએ કુદકો લગાવીને જીવનનો અંત આણ્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ લીધી હતી, જેમાં બે વ્યક્તિ પૈકી યુવાનની લાશ મળી
આવી હતી પરંતુ યુવતીની લાશ મળી આવી ન હતી. જેની શોધખોળ શરૂ કરતા તા. ૪ ના રોજ પરમપુર પાસેથી વિકૃત હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી.