નડિયાદના ટેબલ ટેનિસ નિવાસી એકેડમીના ખેલાડીઓનું ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પસંદગી.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના ટેબલ ટેનિસ નિવાસી એકેડમીના ખેલાડીઓનું ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પસંદગી
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદ હસ્તકની ટેબલ ટેનિસ નિવાસી એકેડેમીના ખેલાડીઓ ધ્યેય જાની તથા જન્મેજય પટેલ “WTT Youth Contender,Bangkok,Thailand” તા.૧૧/૦૯/૨૦૨૩ થી ૧૭/૦૯/૨૦૨૩ સ્પર્ધામાં પસંદગી થયેલ છે. જે બદલ જિલ્લા વહીવટી તંત્ર અને ડાયરેક્ટર હાઇ પર્ફોર્મન્સ સેન્ટર, નડિયાદ ચિંતન મહેતા તથા જિલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનસુખ તાવેથીયા તથા ટેબલ ટેનિસ કોચ મહાવીરસિંહ કુંપાવત દ્વારા તેઓને અભિનંદન પાઠવેલ છે. હાલમાં આ રમતવીરો સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તકની ટેબલ ટેનિસ એકેડેમી,નડિયાદ ખાતે તાલીમ લઈ રહેલ છે.