કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી
કપિલ સાધુ સંજેલી
*કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી*-
સંજેલી તાલુકાની તરકડા મહુડી પ્રા. શા. ના બાળકો દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી વિવિધ કાર્યક્રમોથી કરાઈ હતી. શાળાના બાળકોએ રાધા-કૃષ્ણ, ગોપીઓ, કૃષ્ણ-સખા ની વેશભૂષા સાથે તેમના પાત્રોનું જીવંત ચિત્રણ રજૂ કર્યું હતું. શાળાના બાળકોએ ભગવાન શ્રી કૃષ્ણની નટખટ લીલાઓ નાટક દ્વારા રજૂ કરી હતી. શાળાના બાળકો દ્વારા સુંદર કૃષ્ણ-ગીત નૃત્ય સાથે રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળકો દ્વારા મટકીફોડનું પણ આબેહૂબ નિદર્શન કરાયું હતું. શાળા શિક્ષક રાકેશભાઈ દ્વારા શ્રી કૃષ્ણના જીવન ઉદેશ્યો વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી.