ઝાલોદ તાલુકા ના ધાવડીયા ચેક પોસ્ટ પરથી

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ પરથી પોલિસ ચેકિંગ દરમ્યાન જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો માટી ખાતરની નીચે આઇસર ગાડીમાં સંતાડી લઈ જતો દારૂનો જંગી જથ્થો પોલિસની સતર્કતા થી ઝડપાયો અંદાજીત ૨૯૭ વિદેશી દારૂની પેટીનો કુલ ૨૬,૯૩,૮૭૫ રૂપિયાના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની અટકાયત કરાઈ

ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ પર પોલીસ વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન એક રાજસ્થાન તરફ થી સફેદ કલરની આઇસર જેનો નંબર MH-05-EL-8360 ગુજરાતમાં પ્રવેશી રહી હતી ત્યારે પોલિસ દ્વારા ગાડી ઉભી રાખી ચેકિંગ કરાતા પોલિસ ચોંકી ઉઠી હતી. પોલિસ દ્વારા ચેકિંગ કરાતા આઇસર ગાડીની ઉપર પ્લાસ્ટિક ઢાંકેલુ જોવા મળેલ હતું. પોલિસ દ્વારા પ્લાસ્ટિક હટાવાતા માટી જેવુ ખાતર આઇસરમાં ભરેલું જોવા મળેલ હતું. પોલીસને વધુ શંકા જતાં આઇસર ગાડીમાં ભરેલ ખાતરની થેલી ઉંચી નીચી કરાતા વિદેશી દારૂનો જંગી જથ્થો જોવા મળ્યો. પોલીસ દ્વારા ડ્રાઇવરની અટકાયત કરાઈ અને આઇસર ગાડી પોલિસ સ્ટેશનમાં લઈ જવામાં આવેલ. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે ગાડી હરિયાણા થી વિદેશી દારૂ ભરીને આવી રહેલ છે. પોલીસ દ્વારા ગાડીની ઝડપથી ખાલી કરાતા ખાતરની થેલીની નીચે સંતાડી રાખેલ અંદાજીત ૨૯૭ પેટી પકડી પાડવામાં આવેલ હતી. આ ૨૯૭ પેટી વિદેશી દારૂની કિંમત અંદાજીત ૧૬,૮૮,૮૭૫ રુપિયા, મોબાઇલની કીમત ૫૦૦૦ રૂપિયા અને આઇસર ગાડીની કિંમત ૧૦,૦૦,૦૦૦ રૂપિયા થઈ ટોટલ ૨૬,૯૩,૮૭૫ રૂપિયાનો જંગી મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલ હતો. પોલિસ દ્વારા ડ્રાઇવરની અટકાયત કરી અન્ય બે વ્યક્તિ પર કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આમ ઝાલોદ પોલીસ દ્વારા ડી.વાય.એસ.પી પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ રાઠવાની આગેવાની અને અન્ય પોલીસ કર્મીઓના સાથ થકી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!