નડિયાદમાં તબીબે ગુગલ પરથી નંબર શોધી ફોન કરતાં
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં તબીબે ગુગલ પરથી નંબર શોધી ફોન કરતાં રૂપિયા ૧.૦૧ લાખ ગઠીયાએ ૫ ટ્રાજેન્કશન દ્વારા ઉપાડી લીધા છે.
નડિયાદમાં તબીબને કુરિયર ન મળતા ગુગલ પરથી નંબર શોધી ફોન કરતાં તબીબના 3 બેંક જાણ બહાર રૂપિયા ૧.૦૧ લાખ ગઠીયાએ ૫ ટ્રાજેન્કશન દ્વારા ઉપાડી લીધા છે. આ બનાવ મામલે ભોગ બનનાર ડોક્ટરે નડિયાદ ટાઉન પોલીસમાં એક ટોલ ફ્રી અને એક અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે. નડિયાદ વાણિયાવડ વિસ્તારમાં રહેતા માંગલ્ય બંગ્લોઝમા રહેતા ડો. પ્રવીણકુમાર હીરાલાલ સોલંકી પોતે નડિયાદમા નવા બસ સ્ટેશન પાસે ડો. સોલંકી નામની હોસ્પીટલ ચલાવે છે. તેઓના ૩ બેંકોમાં પોતાના એકાઉન્ટ છે. ૨૫ ઓગસ્ટના રોજ નડિયાદ પ્રોફેશનલકુરીયરમાંથી અમદાવાદ ખાતે રહેતા તેમના સાળા આલાપને કુરીયરથી રાખડી કુરીયર કરેલ હતી. પણ આ રાખડી ૩૦ ઓગસ્ટ સુધી મળેલ નહોતી. જેથી આ બાબતે ડો.પ્રવિણકુમારે ગુગલ જઇ પ્રોફેશનેલ કુરીયર લખી સર્ચ કરેલ જયાં તેમને એક મોબાઇલ નંબર મળેલ હતો. નંબર ઉપર કોલ કરતા સામા વાળાએ ફોન ઉપાડેલ નહી અને થોડીવાર પછી એક ટોલ ફ્રી નંબર પરથી ફોન આવેલ અને સામેવાળાએ કહેલ કે તેઓ પ્રોફેશનલ કુરીયરમાંથી બોલે છે.ત્યારબાદ આ વ્યક્તિએ કુરીયર કન્સાઇન્મેન્ટ નંબર જણાવી કુરીયરમાં પીન કોડ લખેલ ન હોય માટે હોલ્ડ પર હોવાનું જણાવ્યું હતું. જો કુરીયરને એકટીવેટ કરાવવું હોય તો તમારે રૂપિયા 5 ભરવાના રહેશે જેથી ડો.પ્રવિણભાઈએ હા પાડતા તેમના મોબાઇલ પર વોટ્સએપ મારફતે એક લીંક આવી હતી. જેમાં ડો.પ્રવિણભાઈએ બેંકની ડીટેલ્સ નાખી હતી. આ પછી ૨ સપ્ટેમ્બરના રોજ તેમના ઉપરોક્ત ૩ બેંક એકાઉન્ટમાંથી ૫ જુદા જુદા ટ્રાજેન્ક્શનો દ્વારા જાણ બહાર કુલ રૂપિયા ૧ લાખ ૧ હજાર ૬૮૪.૫૦ ઉપાડી લીધા હોવાનું તેઓને જાણવા મળ્યું હતું.આથી આ સંદર્ભે જે તે સમયે તબીબે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર પર અને આજે આ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

