મહુધાના અલીણા ગામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
નરેશ ગનવાણી નડિયાદ
મહુધાના અલીણા ગામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
મહુધા તાલુકાના અલીણા ગામે જુનો સુથારવાડો વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષિય રાકેશ ઉર્ફે બોડો ઈશ્વરભાઈ પરમાર પોતે ખેતીકામ તેમજ ગામના શૈલેષભાઈ પટેલના ખેતરમાં રખેવાડી કરે છે. રવિવારના રોજ બપોરે રાકેશ એ પોતાના મોટાભાઈ વિજયને કહ્યું કે હું શૈલેષભાઇ પટેલના ગોડાઉને સૂવા માટે જાવ છું તેમ કહી મોટરસાયકલ લઈને નીકળેલ હતો. અને કલાક દોઢ કલાક પછી આ વિજયને પોતાના ભાઈના મોતના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ વિજયભાઈ અને તેમના પરિવારજનો ઘટના સ્થળે પહોંચતાં ગોડાઉન પાસેના ગુલમહોરના ઝાડની ડાળીએ દરોડા વડે રાકેશ ઈશ્વરભાઈ પરમારનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. રાકેશે કોઈ અગમ્ય કારણોસર મોત વહાલું કર્યુ હોવાનું બહાર આવ્યું છે. મરણજનાર રાકેશ ઉર્ફે બોડો પોતે પરણિત હતો અને તેને સંતાનમાં એક દિકરી અને દિકરો છે. મહુધા પોલીસે વિજયભાઈ પરમારની ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.