દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
આજરોજ તારીખ 12-09-2023 ના રોજ દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ જેમાં દાહોદ જિલ્લા અનુ.જા.મો ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂધાભાઈ ખડાયતા તથા દાહોદ જિલ્લા પ્રભારી ભરતભાઈ શ્રીમાળી દાહોદ જિલ્લા મોરચાના પ્રમુખ દેવચંનભાઈ પરમાર અને મહામંત્રી વિજયભાઈ પીઠાયા , નાનુભાઈ વણકર તથા જિલ્લા એસ.સી.મોર્ચાનાં તથા મંડળ મોર્ચાઓ નાં પ્રમુખ દિપકભાઈ નૈયા , નરેશભાઈ મકવાણા , અલ્કેશભાઈ ચાવડા , વિજયભાઈ ડામોર , અમરભાઈ નાગોરી , નગીનભાઈ મકવાણા , જિલ્લાના હોદેદારોની બેઠક મળી તેમાં તારીખ 17 સપ્ટેમ્બર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ થી આગામી કાર્યક્રમો લોકસભા સુધી જે કંઇ કાર્યક્રમ 19 કાર્યક્રમ કરવાના છે તે સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી અને બાબાસાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ વડોદરા થી મધ્યપ્રદેશ બાબાસાહેબના જન્મ સ્થળ મહુ ખાતે 1000 બાઇકો સાથે જવાનું હોય ત્યારે એનું આગોતરું આયોજન કરવાના સંદર્ભે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી.