કઠલાલ તાલુકાના વિશ્વનાથપુરા ગામમાંકાચુ મકાન ધરાશાયી થતાં એકનુ મોત, પાંચને ઇજા
નરેશ ગનવાણી નડિયાદ
કઠલાલ તાલુકાના વિશ્વનાથપુરા ગામમાંકાચુ મકાન ધરાશાયી થતાં એકનુ મોત, પાંચને ઇજા
કઠલાલ તાલુકાના લસુન્દ્રા નજીકવિશ્વનાપુરા ગામમાં ડાભી શીવાભાઇ અમરાભાઇનું કાચુ મકાન આવેલુ છે. પરિવારમાં અન્ય પાંચ સભ્યોએક સાથે રહે છે. કાચા પતરાવાળુમકાન ધરાશાયી થતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. મકાન એકાએક પતરા સાથે પડતાં ઘરમાં હાજર ૬ એક સભ્યોને ઈજા પહોંચી હતી. જેથી આજુબાજુનાલોકો દોડી આવ્યા હતા. તેમજકાટમાળ નીચે દબાઇ ગયેલા લોકોને બહારકાઢવા માટેનો પ્રયાસ કર્યો હતો. કાટમાળ હટાવવામાં આવ્યો હતો.જેમાં ભૂરાભાઇ શીવાભાઇ ડાભી ઉવ.૧૪નેશરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનુંઘટઠના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારેપરિવારના ઘાયલ અન્ય 5 વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાંખસેડવામાં આવ્યા હતા. ધટનાની જાણ થતાં કઠલાલ મામલતદાર સહિત પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો. મામલતદાર દ્વારા મળેલી વિગતો મુજબ આ બનાવમાં ઈજાગ્રસ્તોમાશિવાભાઈ અમરાભાઈ ડાભી (ઉ.વ.૬૦),ઈન્દુબેન શીવાભાઈ ડાભી (ઉ.વ.૫૫),શંકરભાઈ શીવાભાઈ ડાભી, મીનાબેનશીવાભાઈ ડાભી (ઉ.વ.૨૫) અને ભાણીયોઅજ્ય વિષ્ણુભાઈ ગોહિલ (ઉ.વ.૧૬)નોસમાવેશ થાય છે.