શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ માં હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ માં હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો.
શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં ૧૪ સપ્ટેમ્બરના રોજ “હિન્દી સપ્તાહ” કાર્યક્રમ અંતર્ગત હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં હિન્દી કાવ્ય પઠન, કાવ્ય ગાન, હિન્દી નિબંધ પ્રતિયોગિતા તથા હિન્દી ભાષણ પ્રતિયોગિતા જેવી વિવિધ પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કોલેજના બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ માં અતિથિ વિશેષ તરીકે ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ અને કૉલેજ કેમ્પસ ડાયરેક્ટર માનનીય એસ.આર. રાવ તથા ટ્રસ્ટના મંત્રી ડૉ. પ્રવિણચંદ્ર એમ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તથા કૉલેજના કાર્યકારી આચાર્ય એમ.એમ.પટેલ વિદ્યાર્થીઓને હિન્દી ભાષાના ગૌરવ અને સમ્માન વિશે અવગત કરાવ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. યોગેશ ઝાલા એ કર્યું હતું. તેમજ ડૉ. અજીતસિંહ પરમાર અને ડૉ. સંગીતાબેન વાહિયા એ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.