નડિયાદ નગરપાલિકાના બીજા અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખો બિનહરીફ વરણી કરાઈ.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ નગરપાલિકાના બીજા અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખો બિનહરીફ વરણી કરાઈ

નડિયાદમાં પાલિકાના સભાખંડમાં યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ પદે કિન્નરીબેન ચિરાગભાઈ શાહ, ઉપપ્રમુખ પદે કલ્પેશભાઈ આર રાવળ, કારોબારી ચેરમેનમાં પરિન અશોકકુમાર બ્રહ્મભટ્ટ, પક્ષના નેતા તરીકે શિલ્પનભાઈ રાજેન્દ્રભાઈ પટેલ અને દંડક તરીકે પીન્ટુભાઇ હર્ષદભાઈ દેસાઈ આ તમામ લોકો બિનહરીફ ચૂંટાઈ આવતાં ભાજપના લોકોએ વધાવી લીધા હતા.સરકારી અધિકારીના અધ્યક્ષ સ્થાને  પ્રમુખ-ઉપપ્રમુખની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. અહીયા મળેલ બોર્ડમાં ૪ સભ્યો ગેરહાજર રહ્યા હતા. તો બાકીના ૪૮ સભ્યો હાજર રહ્યા હતા. નડિયાદ નગરપાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ કિન્નરીબેન શાહ જણાવ્યું હતું કેઆજે મને પક્ષે નડિયાદ નગરપાલિકાના બીજા અઢી વર્ષ માટેના પ્રમુખની જવાબદારી સોંપી છે તે હું ખંત પૂર્વક નીભાવીશ અને ચોક્કસથી પ્રજાની સમસ્યાઓને હલ કરીશ. હાલ નડિયાદમાં રોડ, રસ્તા, પાણી, લાઈટ, ગટરના જે કોઈ પ્રશ્ન હશે તેનું નીરાકરણ લવાશે. સ્વચ્છતા જળવાઈ રહે અને નડિયાદ સુંદર લાગે તેવા પ્રયાસો કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: