ચંદલા ગામે થી ઓટો રીક્ષા માંથી.
વનરાજ ભુરીયા ગરબાડા
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ચંદલા ગામેથી પોલીસે એક ઓટો રીક્ષામાંથી વિદેશી દારૂનો રૂા. ૮૬,૪૪૦ના પ્રોહી જથ્થા સાથે ઓટો રીક્ષા મળી પોલીસે કુલ રૂા.૧,૩૬,૪૪૦ના મુદ્દામાલ સાથે ઓટો રીક્ષાના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગતરોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે ચંદલા ગામે વરઝર જતા રસ્તા પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી એક ઓટો રીક્ષા પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ઓટો રીક્ષા નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ઓટો રીક્ષાના ચાલક જીગરસિંગ દિનેશભાઈ ગણાવા (રહે. નગરાળા, ગણાવા ફળિયા, તા. જિ.દાહોદ) ની અટકાયત કરી ઓટો રીક્ષાની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૭૧૬ કિંમત રૂા. ૮૬,૪૪૦ના વિદેશી દારૂના જથ્થા સાથે ઓટો રીક્ષાની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૧,૩૬, ૪૪૦ નો મુદ્દામાલ કબજે કર્યાે હતો.આ સંબંધે ગરબાડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.