પતિનો શારિરીક માનસિક ત્રાસ હોવાને કારણે પરીણીતાએ નડિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ
નરેશ ગનવાણી નડિયાદ
પતિનો શારિરીક માનસિક ત્રાસ હોવાને કારણે પરીણીતાએ નડિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી
નડિયાદમાં રહેતી ૩૩ વર્ષીય યુવતીના લગ્ન પશ્ચિમ વિસ્તારમાં રહેતા યુવાન સાથે વર્ષ ૨૦૨૦મા થયા હતા. યુવતીએ બીએસસી બીએડ કરેલ છે સંતરામપુર ખાતે શિક્ષિકાની નોકરી કરતી હતી. અને પતિ મધ્યપ્રદેશના હોસંગાબાદ જિલ્લાના ઈટારસી મુકામે નોકરી કરે છે. લગ્નના ત્રીજા દિવસે કપલ અને અન્ય ૧૦-૧૨ જેટલા કપલો સમૂહમાં શિમલા મનાલીના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન પતિએ અન્ય કપલની જોડે ફરવા નહીં જવા બાબતે ઝઘડો કર્યો હતો. અને પતિ કહેતો કે તારા પિતાને લગ્નનું રજીસ્ટર કરવાનું કહ્યું હતું પણ મારે લગ્નનુ રજીસ્ટ્રેશન કરાવવું નથી. મારે છુટાછેડા લેવાના છે તેમ કહી પતિએ પોતાની પત્નીને હોટલની રૂમની બહાર કાઢી મૂકી હતી. અને હનીમુનનો પ્રવાસ બગાડ્યો હતો. ત્યારબાદ ઘરે આવી પતિ મધ્યપ્રદેશ નોકરી એ ગયો અને આ દરમિયાન પતિએ કહ્યું કે તારા પિતાએ દહેજમાં ફ્રીજ, ટીવી કશુ આપ્યું નથી તારા પિયરમાંથી ફ્રીજ લઈને આવ તેમ કહ્યું હતું. આ ઉપરાંત પતિએ કહ્યું કે જો તારે પત્ની તરીકેનો હકક જોઈતો અહીંયા મધ્યપ્રદેશ આવી જા જોકે આ સમયે કોરોનાની મહામારી હોય લોકડાઉન સમય હોવાથી પત્ની આવવાની નથી પતિ સમજતો હતો.પરંતુ પતિને પામવા પરીણિતા પોતાના પિતા સાથે ઘરવખરી લઈને મધ્યપ્રદેશ પહોંચી હતી. જે પતિને ગમ્યું નહોતું. અને આ સમય દરમિયાન પતિ મોબાઈલ સહિત ઘરવખરી છુટી ઘા કરી તેણીને ઘરમાં પુરી નોકરીએ જતો રહેતો હતો. પતિએ ધરાહાર કહી દીધું કે તું મારી પત્ની નથી તારે મારી સાથે કોઈ સંબંધ રાખવો નહીં. તેમ કહી ઘરમાંથી કાઢી મૂકી હતી. પતિએ તરછોડતા પત્ની પોતાના પિયરમાં આવી ગઈ હતી. તે દરમિયાન પરીણિતાના સસરાનુ અવસાન થતાં તે તેણીની ફરજ સમજી પોતાની સાસરીમાં ગઈ હતી. પરંતુ પતિના વર્તનમાં કોઈ ફેર નહીં પડતા આ મામલે પરીણિતાએ આજે પરીણીતાએ પોતાના પતિ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.