ફતેપુરા તાલુકાના સુખસર નદીના વહેણમાં તણાયેલ ઇનોવા:ત્રણનો ચમત્કારિક બચાવ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના સુખસર નદીના વહેણમાં તણાયેલ ઇનોવા:ત્રણનો ચમત્કારિક બચાવ.બપોરના ઈનોવા ગાડી ચાલકની બેદરકારીથી પુલ ઉપરથી પાણીના વહેણ માંથી ગાડી કાઢવાની કોશિશ કરતાં ઇનોવા ગાડી તણાઈ હતીગાડીમાં સવાર પિતા પુત્ર તથા અન્ય એક નો એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા રેશ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢયાગાડી સહિત ત્રણ વ્યક્તિઓ પાણીના વહેણમાં તણાતા સ્થાનિક સહિત તાલુકા તંત્ર અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર આવી ઓપરેશન હાથ ધર્યું હતું* આજરોજ બપોરના ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ખારી નદીમાંથી ઇનોવા ચાલક સહિત ત્રણ વ્યક્તિઓ નદીના પુલ ઉપરથી પસાર થતા સમયે નદીના વહેણમાં ગાડી સહિત ત્રણ વ્યક્તિઓ તણાઈ ગયા હતા.જેની જાણ આસપાસના લોકોને થતા તાત્કાલિક પોલીસ સ્ટેશન,મામલતદાર સહિત રેસ્ક્યુ ટીમને જાણ કરતા તાત્કાલિક વહીવટી તંત્રો સુખસર બનાવના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.અને ઇનોવા સવાર ત્રણેય વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢવામાં આવતા હાશકારો અનુભવ્યો હતો..
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ લખણપુર ગામના મુકેશભાઈ પારસીંગભાઇ તાવીયાડ, તેમના કબજાની ગાડીમાં તેનો પુત્ર તથા એક અન્ય વ્યક્તિ ઇનોવા ગાડી લઇ સુખસર તરફ ગયા હતા.તે દરમિયાન ખારી નદીનો પુલ પસાર કરવા જતા ઇનોવા ગાડી નદીના પાણીના વહેણમાં તણાઈ જવા પામી હતી.તેમજ ઈનોવા ગાડી પાણીમાં તણાતા થોડે આગળ જતા બાવળના વૃક્ષોમાં ફસાઈ ગઈ હતી.જ્યારે આ ત્રણેય વ્યક્તિઓએ સમય સૂચકતા વાપરી ગાડીની બહાર નીકળી ગાડીના છાપરા ઉપર ચડી ગયા હતા.આ વાત સુખસરમાં વાયુ વેગે ફેલાઈ જતા પોલીસ સ્ટેશનમાં જાણ થઈ હતી.તેમજ ફતેપુરા મામલતદાર ને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને રેસ્ક્યુ ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને પાણીના વહેણમાં તણાયેલા ઈનોવા પહોંચી હતી.અને પાણીના વહેણમાં તણાયેલા ઈનોવા ગાડીમાં સવાર ત્રણ વ્યક્તિઓને સહી સલામત જીવીત બહાર કાઢવામાં આવતા વહીવટી તંત્ર સહિત ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે ઇનોવા ગાડી નદીના પાણીમાં ગરકાવ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.પાણીના વહેણમાં તણાયેલા અને નસીબ જોગે બચી ગયેલા ત્રણેય વ્યક્તિઓને પ્રાથમિક સારવાર માટે સુખસર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા.