સુખસરમાં તાલુકા પંચાયત સભ્ય દ્વારા માસ્કનું વિતરણ કરાયું
સાગર પ્રજાપતિ
સુખસર : કોરોનાવાયરસ સંક્રમણ ઉપર રોક લગાવવા અને કોઈ વ્યક્તિ તેનો શિકાર બને નહીં તે હેતુથી આજરોજ ફતેપુરા તાલુકાના સુખસર તાલુકા પંચાયત સભ્ય રમેશભાઇ ટી. કટારા દ્વારા 700 જેટલા માસ્કનું માનવતાના ધોરણે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ સમજ આપી હતી.સાથે સાથે આજરોજ સુખસર ગામ પંચાયત દ્વારા ગામમાં સેનેટાઈજર દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.
#sindhuuday Dahod

