ઝાલોદ વિશ્વકર્મા મંદિરે મહિલાઓ દ્વારા કેવવડાત્રીજ વ્રતકથાનું પૂજન કરાયું.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ વિશ્વકર્મા મંદિરે મહિલાઓ દ્વારા કેવવડાત્રીજ વ્રતકથાનું પૂજન કરાયું
કેવડાત્રીજ એ ભાદરવા સુદ ત્રીજના દિવસે આવે છે. દાંતકથાઓ અનુસાર માતા પાર્વતીને આ વ્રત કરવાથી જ ભગવાન શિવ પતિ તરીકે પ્રાપ્ત થયા હતા. આખા વર્ષમાં આજના દિવસે ભગવાન શિવને કેવડાનું પાન કે ફૂલ ચઢાવવામાં આવે છે. આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખતી હોય છે તેમજ કૂવારિકાઓ પણ આ વ્રત સારા પતિની મનોકામના માટે કરતી હોય છે. આ વ્રત, પૂજા કરવાથી તેમજ ભગવાન શિવની આરાધના કરવાથી શિવજી દરેક મનોકામના પૂરી કરે છે.
ઝાલોદ પંચાલ સમાજની મહિલાઓ સૌ એક સાથે વિશ્વકર્મા મંદિરે ભેગા થઈ કેવડાત્રીજની પૂજા કથા કરવામાં આવી હતી. દાંતકથાઓ મુજબ વર્ષમાં ફક્ત આ એક જ દિવસ શિવ ભગવાનને કેવડો અર્પણ કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી સ્ત્રીઓનો સુહાગ અમર રહે છે તેમજ બધાં ફળોની પ્રાપ્તિ થાય છે.