ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં પાણીની આવક થતાં નદી બે કાંઠે.
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં પાણીની આવક થતાં નદી બે કાંઠે
ખેડા જિલ્લામાં શનીવારની રાતથી સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો કેટલીક જગ્યાએ પાણી ન ઓસરતાં જનજીવનને અસર પહોંચી છે. ખાસ કરીને નડિયાદ શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના પગલે વહિવટી તંત્ર સહિત પોલીસ એક્શનમા આવી ગઈ છે. ખેડા-માતર રોડ પર આવેલી શેઢી નદીનો બ્રીજ હાલ બંધ કરાયો છે. ભારે વરસાદના કારણે ભરપૂર માત્રામાં પાણી આ નદીમાં આવી રહ્યું છે. જેના કારણે નદી બંને કાઠે વેહતી જોવા મળી રહી છે. નડિયાદ -ડાકોર રોડ પર એક સાઈડનો બ્રીજ પણ બંધ કરવામાં આવ્યો છે. પોલીસે બેરિકેટ મારીને બ્રીજ બંધ કર્યો છે. નદીમાં ભરપુર માત્રામાં પાણી આવના કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. જિલ્લાના ઠાસરા, નડિયાદ , મહુધા, ખેડા, મહેમદાવાદ, માતર તાલુકાના નદી કાંઠાના ગામડાઓને અસર કરી શકવાની શક્યતાઓ તેજ બની છે.