પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં ખાતેદારના મૃત્યુ બાદ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક લાડવેલ શાખાએ 5 વરસદારોને ચેકવિતરણ કર્યા.

સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

18થી 50 વર્ષની ઉંમરના લોકોને વીમો લેવા અપીલ:

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં ખાતેદારના મૃત્યુ બાદ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક લાડવેલ શાખાએ 5 વરસદારોને ચેકવિતરણ કર્યા

ખાતેદારના મૃત્યુ બાદ વારસદારોને 2 લાખના ચેક વિતરણ કરવામાં આવ્યા. લુણાવાડા તાલુકાના લાડવેલ ગામે આવેલા બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક શાખા દ્વારા 5 અરજદારોએ વીમો લીધો હતો. જેમનું મૃત્યુ થતા તેમના વારસદારોને ચેક વિતરણ કરવામાં આવ્યા છે.લાભાર્થી વણકર મણિલાલભાઈએ જણાવ્યું હતું કે, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક લાડવેલ શાખામાં હું બેંકના કામકાજ અર્થે આવ્યો હતો. અમારી બેંકના બેંક મેનેજર તથા બેંકના સ્ટાફે પ્રેરણા આપી હતી કે તમે 18 વર્ષથી 50 વર્ષની ઉંમરના હોઉ અને તમે આ વીમો લો તો આનાથી કોઈ કુદરતી રીતે મૃત્યુ થાય તો આ લાભ મળવા પાત્ર છે. આમારી બેન્ક શાખાના મેનેજર તથા સ્ટાફની પ્રેરણાથી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમામાં પ્રીમિયમ ભર્યું. બેન્ક મારફતે અને કુદરતી રીતે મારા ધર્મપતિ નામે વણકર કંકુબેન મણિલાલ કુદરતી રીતે મૃત્યુ પામ્યા તો આમારી ગ્રામીણ બેન્ક લાડવેલ શાખા તરફથી બે લાખરૂપિયાની વીમા સહાય મળી એ બદલઆ બેંકનું અને બેંકના સ્ટાફનો આભારમાનુ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!