અંગદાન મહાદાન સંકલ્પ વ્યાખ્યાન.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
અંગદાન મહાદાન સંકલ્પ વ્યાખ્યાન.
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને એન.એસ.એસ.ના સયુંકત ઉપક્રમે કે.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદમાં વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. ડી. સી. યાદવ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ડો. એ.આર.મોદીએ અંગદાન જાગૃતિ વિષે પ્રાસંગિક માહિતી આપી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ધમુભાઈ પંચાલે “અંગદાન એ મહાદાન ” વિષય પર કોલેજના વિદ્યાર્થીઓને વ્યાખ્યાનના માધ્યમથી વિદ્યાર્થીઓને અંગદાન જાગૃતિની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ, ભારતીય પરંપરા અને દાનના મહિમા વિશે સરળ અને તળપદી મીઠી ભાષામાં માહીતગાર કરી સમાજમાં અંગથી પીડાતી વ્યક્તિને મદદ મળી શકે તે હેતુથી અંગદાન કરવું જરૂરી છે તે માટે વિનંતી કરી હતી. તેમના સહ કાર્યકર શ્રી ભરતભાઈ મિસ્ત્રીએ સમાજસેવા અનુસંધાનમાં પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ડો. એચ.બી. સુર્વે., ડો. એ. એન. પાદરીયા ઉપસ્થિત રહ્યી એન. એસ. એસ. અને કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.આ કાર્યક્રમનું સંચાલન N.S.S. પોગ્રામ ઓફિસર ડૉ.બી.એમ. ગોહિલે કર્યું હતું.

