મહેમદાવાદ હાઇવે પર ઉભેલી આઇસને પાછળથી આવતી આઇસરે ટક્કર મારતાં બે ના મોત.
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદ હાઇવે પર ઉભેલી આઇસને પાછળથી આવતી આઇસરે ટક્કર મારતાં બે ના મોત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી નજીક જોઇન્ટ તૂટી ગયેલ ઊભેલી આઇસર પાછળથી આવતી આઇસર અથડાતા અકસ્માત સર્જાયેલો હતો. આ અકસ્માતમાં બેના મોત નિપજ્યા છે. મહેમદાવાદના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાંઠવાળી પાસે સ્ટીલની ચેનલો ભરી જઈ રહેલ આઈસર ટ્રક ની જોઈન્ટ તૂટી જતાં આઈસર ટ્રક હાઈવેના પ્રથમ લેન પર જ ખોટકાઈ ગઈ હતી. ડ્રાઇવર અને રીલીવર ડ્રાઇવર વારીસઅલી યારમહમંદ ઉર્ફે બરાતી નીચે ઉતરી પાછળથી આવતા બીજા વાહનોને લાઇન બદલવા બેટરીના પ્રકાશથી ઇશારો કરતા હતા. તે વખતે પાછળથી પુરપાટે આવતી આઈસર ટ્રક ના ચાલકે બેટરી લઈને જાણ કરતા વારીસઅલી સાથે આ ઉપરોક્ત ઊભેલી આઈસરને ટક્કર મારી હતી. જેના કારણે વારીસઅલી બરાતીને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. તો મહારાષ્ટ્ર પાર્સીગની આઈસર ચાલક ક્રિષ્નાલાલ ગટુલાલ રાવલનુ પણ મોત નિપજ્યું હતું. આમ આ અકસ્માતમાં બે લોકોના મોત થતાં મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

