શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના ઉપપ્રમુખ તરીકે દાહોદ જિલ્લાના નીલકંઠ ઠક્કર ની નિમણૂક.
અજય સાંસી
આજરોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ની બૃહદ કારોબારી અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી જેમાં બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઈ રાવલ દ્વારા ગુજરાત રાજ્યની બોડી જાહેર કરવામાં આવેલ હતી જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના ઉપપ્રમુખ તરીકે દાહોદ જિલ્લાના નીલકંઠ ઠક્કર ની નિમણૂક કરવામાં આવેલ છે દાહોદના પ્રભારી તરીકે નિમેષભાઈ જોશી ની નિમણૂક કરવામાં આવેલ છે સાથે સાથે દાહોદ જિલ્લાના બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે વિકાસભાઈ દીક્ષિત મહિલા પ્રમુખ તરીકે પ્રીતિ ઠક્કર યુવા મોરચા ના પ્રમુખ તરીકે મીલાગ ક્ષોત્રિય ની નિમણૂક કરવામાં આવેલ છે જેને દાહોદના સમસ્ત બ્રહ્મ સમાજ ના લોકો વધાવી લીધેલ છે