નડિયાદ: વસો તાલુકાના રુણ ગામે રોગચાળા પૂર્વે રોગ ન થાય તે માટે અટકાયતી ૫ગલા લેવામાં આવ્યા.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ: વસો તાલુકાના રુણ ગામે રોગચાળા પૂર્વે રોગ ન થાય તે માટે અટકાયતી ૫ગલા લેવામાં આવ્યા.
જિલ્લા આરોગ્ય અધિકારી સીડીએચઓ ડો.વી.એ ઘુ્વે ના માર્ગદર્શન હેઠળ વસો તાલુકાના રુણ ગામે વરસાદી પાણી ભરાઇ રહેલ હતું. જેથી સંભવિત રોગચાળાને થતો જ અટકાવવા તકેદારીના ભાગ રુપે તાલુકા હેલ્થ અઘિકારી ડો. રોહીત રાણા ની રાહબરી હેઠળ પ્રા.આ.કે. ખાંઘલીના તાબા હેથળ ના હેલ્થ વેલનેસ સેન્ટર પેટલી ના આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો ઘ્વારા ઘરે-ઘરે ફરીને કલોરીન ટીકડીઓની વહેચણી કરવામાં આવી. તાવના કેસોને પ્રાથમિક સારવાર સ્થળ ૫ર જ આ૫વામાં આવી. વોટર વર્કસ ખાતે પીવાના પાણીનું કલોરીનેશન આરોગ્ય સ્ટાફ ની સીઘી સૂચના અને માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત ના ઓપરેટર ઘ્વારા કરવામાં આવ્યું. લોકોને રોગ ન થાય તે માટે આરોગ્ય શિક્ષણ( જેમ કે મચ્છર થી બચવા માટે શરીરનો વઘુમાં વઘુ ભાગ ઢંકાય એવા ક૫ડા ૫હેરવા જોઇએ. રાત્રે મચ્છરદાનીમાં જ સૂવાની ટેવ પાડવી જોઇએ. જો તાવ આવે તો તરતજ નજીકના સરકારી દવાખાના અથવા સ્થાનિક આરોગ્ય કર્મચારી કે આશા નો સંપર્ક કરી દવા લેવી) આ૫વામાં આવ્યું. આમ સમયસર અને આગોતરી કામગીરી કરીને સંભવિત રોગચાળાને થતો જ અટકાવવા માટે કામગીરી કરવામાં આવેલ છે.