લીમખેડાના વટેડા ગામે હાઈવે પર પુરપાટ દોડી આવતાં માર્બલ ભરેલ ટ્રેલર પલ્ટી ખાતા બે ના મોત.
રમેશ પટેલ સીંગવડ
દાહોદ જિલ્લાના લીમખેડાના વટેડા ગામે હાઈવે પર પુરપાટ દોડી આવતાં માર્બલ ભરેલ અશોક લેલન ટ્રેલરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રેલર રોડની બાજુમાં પલ્ટી ખાઈ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રેલરના ચાલક સહીત બે ના સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે
પ્રાપ્ત વિગત અનુસાર રાજસ્થાનના અજમેલ જિલ્લાના હીરાપુર ગામના મુકેશસીંગ ધીસાસીંગ રાવત પોતાના કબજાના આર જે ૦૮ જી.ડી-૮૦૫૩ નંબરના અશોક લેલન કંપનીના ટ્રેલરમાં રાજસ્થાનથી મારબલ ભરી પોતાનું ટ્રેલર ગતરોજ બપોરના પોણો વાગ્યાના સમયે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને લાવી રહ્યો હતો તે દરમ્યાન રસ્તામાં લીમખેડાના વટેડા ગામે નેશનલ હાઈવે પર ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા મારબલ પથ્થરો ભરેલ ટ્રેલર રોડની બાજુમાં પલ્ટી ખાઈ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાડીના ચાલક મુકેશસીંગ ધીસાસીંગ રાવત તથા સોનુ રંગલાલ રાવતને શરીરે ગંભીર ઈજાઓ થતાં બંનેનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ લીમખેડા પોલિસને થતાં પોલિસ ઘટના સ્તળે દોડી ગઈ હતી અને બંને મૃતકોની લાશનું પંચનામું કરી બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા સરકારી દવાખાને મોકલી આપી આ સંબંધે રાજસ્થાનના બડાગુવાડા ગામના સેરસિંહ હીરાસિંહ રાવતે નોંધાવેલી ફરિયાદને આધારે ટ્રેલરના ચાલક મૃત્તક મુકેશસીંગ ધીસાસીંગ રાવત વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

