લીમડી મુક્તિરંજન હોસ્પીટલ દ્વારા લીમડીના જુદા જુદા સ્થળ પર તૈનાત સુરક્ષા જવાનો માટે આયુર્વેદીક ઉકાળા વિતરણનું ઉમદા કાર્ય
ગગન સોની/ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.૧૬
કોરોના વિષાણુંના સંક્રમણને રોકવા સુરક્ષા કર્મીઓ દિવસરાત કાર્યરત છે, ફરજના કલાકો ઉપરાંત પણ તેમણે ખડેપગે કાર્યરત રહેવું પડે છે ત્યારે લીમડી મુક્તિરંજન હોસ્પીટલ દ્વારા લીમડી ગામના જુદા જુદા સ્થળ પર તૈનાત સુરક્ષા જવાનો માટે આયુર્વેદીક ઉકાળા વિતરણની કામગીરી કરવામાં આવી હતી. પોલીસકર્મીઓ, વનવિભાગના જવાનો અને નિવૃત્ત બીએસએફના જવાનોને આ ઉકાળાનું વિતરણ સામાજિક અંતર સાથે કરવામાં આવ્યું હતું.
હોસ્પીટલના સ્ટાફ સહિત આ ઉમદા કામગીરીમાં ડો. આર.આર.પટેલ, તથા લીમડી ગામના સરપંચ શ્રીમતી શિલાબેન મોરી જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, સુરક્ષા જવાનો સતત આપણા માટે ફરજ બજાવી રહ્યા છે. તેઓ સતત અનેક લોકોના સંપર્કમાં આવતા હોય તેમની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તે જરૂરી છે. માટે અમે લીમડીમાં તૈનાત તમામ પોલીસ જવાનોને આયુર્વેદીક ઉકાળા વિતરણ કર્યુ છે.
#sindhuuday dahod