અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કારનું ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો,કાર ચાલકનું મોત
નરેશ ગનવાણી નડિયાદ

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કારનું ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો,કાર ચાલકનું મોત
કઠલાલ નજીક અમદાવાદ-ઈન્દોર હાઈવે પર લક્ષ્મણપુરા પાસે કારનું ટાયર ફાટતાં કાર પીકઅપ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી. આ બનાવમાં ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે રહેતા વિઠ્ઠલભાઈ મંગળભાઈ પટેલ અને તેમની પત્ની કોકીલાબેન છેલ્લા અમેરીકા સ્થાઈ થયા છે. ગઇ કાલે બંને અમેરીકાથી અમદાવાદની ફ્લાઈટમા આવ્યા હતા. જ્યાં મોડી રાત હોવાથી અમદાવાદ એરપોર્ટથી પોતાના સ્વજનને ત્યાં અમદાવાદ મૂકામે રોકાયા હતા. ગઇ કાલે બપોરે વિઠ્ઠલભાઈ અને તેમની પત્ની કોકીલાબેન કારમાં કોઠંબા આવવા નીકળ્યા હતા. અમદાવાદ-ઈન્દોર હાઈવે પર લક્ષ્મણપુરા પાસેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે કારની ડાબી સાઈડનું ટાયર ફાટી જતા વિઠ્ઠલભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર નજીક આવેલા લક્ષ્મણપુરા પીકઅપ સ્ટેન્ડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાલક વિઠ્ઠલભાઈ પટેલ અને તેમની પત્ની કોકીલાબેનને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા આ બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા વિઠ્ઠલભાઈને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે કોકીલાબેનનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું છે. મરણજનારના નાનાભાઈ નગીનભાઈ પટેલે કઠલાલ પોલીસમાં ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી છે.
