ઘરના છત પર કપડા સૂકવવા જતાં વીજ વાયરને અડકી જતાં બે મહિલા ઓનાં મોત.
નરેશ ગનવાણી નડિયાદ
ઘરના છત પર કપડા સૂકવવા જતાં વીજ વાયરને અડકી જતાં બે મહિલા ઓનાં મોત.
કઠલાલના રૂઘનાથપુરામા રહેતા ભોઈ પરિવારની બે પુત્રવધુને કરંટ લાગતા બંને મોતના મુખમાં ધકેલાઈ છે. દેરાણી-જેઠાણી પૈકી એક ઘરના છત પર કપડા સૂકવવા જતાં વીજ વાયરને અડકી જતાં વીજ કરંટ લાગ્યો છે. તો બીજી મહિલા બચાવવા જતાં તેને પણ કરંટ લાગતા બન્નેના કમકમાટીભર્યા મોત નિપજયા છે. એકજ ઘરની દેરાણી-જેઠાણીને વીજ કરંટ લાગતા પરિવારમાં ભારે માતમ છવાયો છે. કઠલાલ તાલુકાના રૂઘનાથપુરામા રહેતા સુધાબેન દિલીપભાઈ ભોઈ (ઉ.વ.40) અને ભાવનાબેન વિક્રમભાઈ ભોઈ (ઉ.વ.32) બંન્ને દેરાણી જેઠાણી છે. શુક્રવારે એક મહિલા પોતાના ઘરની છત પર કપડા સૂકવવા ગઈ હતી. આ દરમિયાન એકાએક વીજ વાયરને અડકી જતા આ મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. મહિલાએ બુમરાણ કરતાં ઘરમાં હાજર અન્ય એક મહિલા દોડી આવી હતી. અને કરંટથી બચાવવા પ્રયાસ કરતા આ મહિલાને પણ વીજ કરંટ લાગ્યો હતો. આમ બંને દેરાણી-જેઠાણીને કરંટ લાગતા બંનેના મોત નિપજ્યા છે. ઘટના બાદ આસપાસના લોકો આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝેલી બંને મહિલાઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંને મહિલાને તપાસ કરતા મરણ જાહેર કરી હતી. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

