વડતાલ પો.સ્ટે.વિસ્તારના અપહરણ તથા પોક્સોના ગુનાને ગણતરીના કલાકોમાંશોધી કાઢતી વડતાલ પોલીસ.
નરેશ ગનવાણી નડિયાદ
વડતાલ પો.સ્ટે.વિસ્તારના અપહરણ તથા પોક્સોના ગુનાને ગણતરીના કલાકોમાંશોધી કાઢતી વડતાલ પોલીસ
વડતાલ પોલીસ સ્ટેશન ગુનો તા.૨૯ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ દાખલ થયેલ અને ગુનાના કામે ફરીયાદીની સગીરવયની દિકરીને કોઇ અજાણ્યો ઇસમ ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી લગ્નની લાલચ આપી લલચાવી, ફોસલાવી ભગાડી લઇ જવા બાબતેની ફરીયાદ આધારેગુનાઓ ડીટેક્ટ કરવા માટે વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી જરૂરી માહિતી મેળવી ખાનગી બાતમીદારથી બાતમી મેળવી કામગીરી કરવા તેમજ ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી ગુનાની ઝીણવટ પુર્વક તપાસ કરતા દરમ્યાન આર.કે.પરમાર પો.ઇન્સ. વડતાલ પોલીસ સ્ટેશને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ગુનાના કામે ભોગ બનનાર વેરાવળથી એસ.ટી.બસમાં બેસીને સોમનાથ ખાતે જનાર છે તેવી બાબતી આધારે વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની એક ટીમ મહિલા પોલીસ કર્મચારી સાથે તપાસના કામે સોમનાથ ખાતે ખાનગી વાહનમાં રવાના કરતાં આ કામના ભોગ બનનાર એક ઇસમ સાથે સોમનાથ બસ સ્ટેશનમાંથી મળી આવેલ હોય જેથી ભોગ બનનાર તથા તેની સાથેના ઇસમને વડતાલ પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતાં આ કામના ફરીયાદીની સગીરવયની દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી ભગાડી લઇ જનાર આરોપી તેજપાલસિંહ ધર્મેન્દ્રભાઇ વાઘેલા ઉવ.૧૯ રહે. દેવનગર,પ્રણામીનગર, નાની નહેર પાસે, ચકલાસી ને તથા ભોગ બનનારને ગુનો બન્યા બાદગણતરીના કલાકોમાં પકડી પાડી પકડાયેલ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવામાં કરવામાં આવેલ છે.

